ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘‘પોષણ માસ’’ની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્યના સરધાર ગામે પોષણ માસની ઉજવણી પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજીના અધ્યક્ષસ્થાને થઇ હતી.
આ તકે પ્રોગ્રામ ઓફિસરએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યને કુપોષણ મુક્ત કરવાના અભિયાનની માહિતી આપી હતી. સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને સવારે નાસ્તો તથા બપોરે ભોજન આપવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતાઓને દર મહીને ૪ માતૃ શક્તિના પોષક તત્વોના પેકેટ્સ તથા કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સ આપવામાં આવે છે, તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મિલેટની વાનગીઓનુ નિદર્શન, કિશોરીઓની મહેંદી સ્પર્ધા વગેરેનું પણ આયોજન કરાયું હતું.
ફાસ્ટ-ફૂડના યુગમાં ઓબેસિટી તથા હૃદયરોગના કેસોમાં સતત વધારામાં ઓર્ગેનિક અને પોષણ તત્ત્વયુક્ત આહાર રોજીંદા જીવનમાં અપનાવામાં તે માટે ૨૦૨૩ના વર્ષની ‘‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’’ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવણી થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં પણ દરેક આંગણવાડીમાં વિવિધ કાર્યક્રમો યોજીને મિલેટસ અંગે માહિતી આપવામાં આવી હતી અને મિલેટસથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જેથી વાલીઓ દ્વારા રોજીંદી વાનગીઓમાં વધુને વધુ ઉપયોગ કરી શકે અને પરિવારને તંદુરસ્ત રાખી શકે, તેમ પ્રોગ્રામ ઓફિસરએ જણાવ્યું હતું.
આ તકે સી.ડી.પી.ઓ. પ્રફુલાબેન મકવાણા, મુખ્ય સેવિકાશ્રી હંસાબેન રામાણી, નીલાબેન કણજારીયા સહિતનો આઈ.સી.ડી.એસ.નો સ્ટાફ, સગર્ભા, ધાત્રી માતા, વાલીઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.