અમેરિકામાં પોલીસની ગાડીની અડફેટમાં આવેલી ભારતીય વિદ્યાર્થીનીના મોતના મામલે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે અમેરિકાને બોડી કેમ ફૂટેજની વ્યાપક તપાસ કરાવવાની માગ કરી છે. જેમાં વિદ્યાર્થીનીને ટક્કર માર્યા બાદ પોલીસ અધિકારીને ફોન કોલ પર હસતો અને મજાક ઉડાવતો જોવા મળ્યો છે. સાઉથ લેક યૂનિયનમાં નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીની 23 વર્ષીય વિદ્યાર્થીની જ્હાનવી કંડુલા 23 જાન્યુઆરીએ ડેક્સટર એવન્યુ નોર્થ અને થોમસ સ્ટ્રીટ પાસે ટહેલતી હતી ત્યારે પોલીસની ગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી.
જો બાઇડ઼ન પ્રશાસને આ મામલે ત્વરિત તપાસ અને પોલીસ અધિકારીઓ વિરુદ્દ કાનૂની કાર્યવાહી કરાવવાનું ભારત સરકારને આશ્વાસન આપ્યું છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિં સંધૂએ આ મુદ્દો વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરે આક્રમક રીતે ઉઠાવ્યો હતો. તેમણે કંડુલાની હત્યા તથા વોશિંગ્ટન રાજ્યમાં સિએટલમાં પોલીસ અધિકારીના અત્યંત અસંવેદનશીલ વલણ પર ત્વરિત કાર્યવાહીની માગ કરી હતી. જો કે ત્યારબાદ અમેરિકા સરકાર હરકતમાં આવી હતી. દુતાવાસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કહ્યું કે અમે આ મામલામાં સામેલ લોકોની વિરુદ્ધ ઉંડી તપાસ અને કાર્યવાહી માટે સિએટલ અને વોશિંગ્ટન રાજ્યના સ્થાનિક અધિકારીઓની સાથે સાથે વોશિંગ્ટન ડીસીના વરિષ્ટ અધિકારીઓ સમક્ષ આ મુદ્દાને દ્રઢતા સાથે ઉઠાવ્યો છે.
ભારતીય સાંસદ રો ખન્નાએ આ મામલે કહ્યું કે જ્હાનવી કંડુલા ભારતથી ગ્રેજ્યુએશન કરવા માટે અહીં આવી હતી. પોલીસની તેજ રફ્તારથી આવેલી કારે રસ્તો ક્રોસ કરી રહેલી કંડુલાને કચડી હત્યા કરી હતી અને અધિકારીનું કહેવું છે કે તેનું જીવન મામૂલી હતું. તે જોતાં મને મારા પિતાનો વિચાર આવ્યો જે 20 વર્ષની ઉંમરે અહીં આવ્યા હતા. મિસ્ટર ઓડરર, પ્રત્યેક ભારતીય પ્રવાસીનું જીવન મુલ્યવાન છે. જે પણ એવું વિચારે છે કે મનુષ્ય જીવન મામૂલી છે તે તેને કાયદાના અમલીકરણમાં પોતાની નોકરી કરવી ના જોઇએ.
અમેરિકી સાંસદો અને ભારતીય અમેરીકીઓએ કંડુલાની મોત પર આક્રોષ વ્યક્ત કર્યો છે. બાઇડન પ્રશાસને ભારત સરકારને ઘટનાની ત્વરિત તપાસ કરવા અને તેના માટે દોષી પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. અધિકારીઓએ કહ્યું કે તે ઘટનાથી સ્તબંધ છે. સાનફ્રાન્સિસ્કોમાં ભારતના મહાવાણિજ્ય દુતાવાસે પણ કંડુલાની મોતના મામલામાં થઇ રહેલી તપાસને અત્યંત પરેશાન કરવારું ગણાવી છે. ભારતીય અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું કે તે ભયાનક હતું. મને આશા છે કે હું જ્હાનવી કંડુલાના પરિવાર માટે ન્યાય મળે તે જોઇ શકું.