દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાનની ઉશ્કેરણી પર વધુ એક આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. ખરેખરમાં આતંકવાદીઓ ‘મેડ ઇન ચાઇના’ હથિયારો દ્વારા જમ્મુ-કાશ્મીરને આતંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જમ્મુમાં ટનલ અને સ્નાઈપર હુમલામાં ચાઈનીઝ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે કાશ્મીરમાં આઈઈડી અને ડ્રોન પાકિસ્તાનના નવા સાધનો છે. ISIએ ઘાટીમાં આતંક મચાવવા માટે પાકિસ્તાન, ચીન અને કાશ્મીર વચ્ચે ટ્રાયંગલ પ્લાન બનાવ્યો છે.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI ભારત વિરુદ્ધ હુમલા માટે આતંકવાદીઓને ચીની બનાવટના ખાસ સાધનો આપી રહી છે. આઈએસઆઈ દ્વારા આ આતંકવાદીઓને મોટી સંખ્યામાં ચાઈનીઝ બનાવટના હથિયારો જેમ કે ગ્રેનેડ, પિસ્તોલ, નાઈટ વિઝન ડિવાઈસ, ડ્રોન અને ડિજિટલ સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ આપવામાં આવી રહી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી કેમ્પો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં આતંકવાદીઓને તાલીમ આપવી, વિસ્ફોટક સામગ્રી પ્રદાન કરવી અને તેમના માટે જંગલ યુદ્ધ મોડ્યુલ તૈયાર કરવું મહત્વપૂર્ણ છે.