કેન્દ્રના પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ કેન્દ્ર વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, ‘યશોભૂમિ’ વિશ્વની સૌથી મોટી MICE (મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં તેનું સ્થાન લેશે. ‘યશોભૂમિ’ કુલ 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામી રહી છે, જેમાંથી 1.8 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બાંધકામ પૂર્ણ થયું છે.
યશોભૂમિમાં વિશ્વનો સૌથી મોટો એક્ઝિબિશન હોલ પણ બનાવવામાં આવ્યો છે. આ 1.07 લાખ ચોરસ મીટર છે જેમાં પ્રદર્શનો, વેપાર મેળાઓ અને વ્યવસાયિક કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે. મીડિયા રૂમ, VVIP લાઉન્જ, માહિતી કેન્દ્ર અને ટિકિટિંગ કાઉન્ટર પણ હશે.
આ સેન્ટરની ખાસ વાત એ છે કે, તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ હશે, જે ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. યશોભૂમિમાં ટકાઉપણું પર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં અત્યાધુનિક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આ સાથે 100 ટકા ગંદા પાણીનો પુનઃઉપયોગ થશે.