કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસો સામે આવ્યા બાદથી જ ભયનો માહોલ સર્જાયો છે. નિપાહ વાયરસને ધ્યાને રાખીને કોઝિકોડમાં સ્કુલ તેમજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ 24મી સપ્ટેમ્બર એટલે કે આવતા રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે આગામી અઠવાડિયા સુધી સ્કુલ, પ્રોફેસનલ કોલેજ અને ટ્યુશન સેંન્ટરો ઓનલાઈન ક્લાસ લઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રીએ ગઈકાલે કહ્યું હતું કે હાલમાં નિપાહ વાયરસના સંક્રમિત દર્દિઓના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા 1080 થઈ ગઈ છે જેમાંથી 327 આરોગ્ય કર્મચારીઓ છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કુલ 29 લોકો નિપાહ વાયરસના સંક્રમિતના લિસ્ટમાં છે જેમાં 22 મલ્લપુરમથી અને એક વાયનાડથી છે જ્યારે ત્રણ-ત્રણ કન્નુર અને ત્રિશુરથી છે.