પ્રિયંકા ચોપરા સફળ અભિનેત્રીઓમાંની એક છે. તે આંતરરાષ્ટ્રીય આઇકોન છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી દેશી ગર્લ પોતાની એક્ટિંગ કુશળતા બતાવી છે. અભિનેત્રી દરેક મુદ્દા પર બોલ્ડ નિવેદનો આપે છે. ઘણી વખત ચાહકો પ્રિયંકાના આ વલણની પ્રશંસા કરે છે. હવે તાજેતરમાં, દેશી ગર્લએ સિએટલમાં ભારતીય વિદ્યાર્થીના દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને વહીવટીતંત્ર અને પોલીસને પણ આડે હાથ લીધા હતા. તો ચાલો જાણીએ પ્રિયંકાએ શું કહ્યું.
બોલિવુડ દેશી ગર્લે જ્હાન્વી કંદુલાના મોત પર પ્રતિક્રિયા આપી
યુએસમાં 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની જ્હાન્વી કંડુલાના દુ:ખદ મૃત્યુએ ઘણાને આઘાત અને ગુસ્સે કર્યા છે. 23 જાન્યુઆરીના રોજ, જ્યારે વિદ્યાર્થી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે તેણીને સિએટલ પોલીસના વાહને ટક્કર મારી હતી અને તેનું મૃત્યુ થયું હતું. મહિનાઓ પછી, બોડીકેમ ફૂટેજ બહાર આવ્યા, જેમાં બે પોલીસકર્મીઓ તેમના મૃત્યુની મજાક કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર જ્હાન્વીના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી હતી અને તેને દુઃખદ ગણાવી હતી.
તસવીર શેર કરી અને ઘટનાને ભયાનક ગણાવી
પ્રિયંકાએ સ્ટુડન્ટ જ્હાન્વી કંડુલાનો ફોટો શેર કર્યો અને લખ્યું, ‘આ જાણીને ભયાનક લાગે છે કે નવ મહિના પહેલા બનેલી આવી દુ:ખદ ઘટના હવે સામે આવી રહી છે. જીવન એ જીવન જ હોય છે. તેનું કોઈ આર્થિક મૂલ્ય નથી.” અહેવાલો અનુસાર, કાર ચલાવતો પોલીસ અધિકારી 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો હતો અને ટક્કર બાદ વિદ્યાર્થીની લાશ 100 ફૂટથી વધુ નીચે પટકાઈ હતી. નોર્થઈસ્ટ યુનિવર્સિટીએ જ્હાન્વીને મરણોત્તર ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીના ચાન્સેલર કેનેથ હેન્ડરસને આશા વ્યક્ત કરી હતી કે ચાલી રહેલી તપાસ ન્યાય તરફ દોરી જશે.