Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારે વરસાદને પગલે રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાયો

૪૦૦ લોકોનું બોટ તેમ જ એરલિફ્ટિંગથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યૂ કરાયું

aaspassdaily by aaspassdaily
2023-09-18 10:43:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તા અને રેલમાર્ગનો વાહનવ્યવહાર ખોરવાયો છે , મોટા પ્રમાણમાં નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે, અનેક ડેમોના દરવાજા ખોલી નદીઓમાં પાણી છોડાતાં કેટલાક ગામોને પૂરનો સામનો કરવો પડ્યો છે.
જોકે સાંજે છના આંકડાઓ અનુસાર નર્મદા ડેમની સપાટીમાં થોડોક ઘટાડો થયો હોવાનું જાણવા મળતા હાંશકારો અનુભવાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૬ કલાકે પાણીની સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ૩ કલાકમાં ૮ સે.મી.નો ઘટાડો જોવા મળ્યો હતો. પાણીની આવકમાં પણ ત્રણ કલાકમાં ૧,૦૮,૪૬૭ ક્યુસેકનો ઘટાડો નોંધાયો હતો તેમ જ પાણીની જાવકમાં પણ નોંધપાત્ર ઘટાડો ૩ કલાકમાં ૧,૦૮,૨૨૦ ક્યુસેકનો ઘટાડો થયો હતો.
દરમિયાન સાંજે છ કલાકે પૂરા થયેલા ૧૨ કલાકમાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ પંચમહાલના ગોધરા અને શેહેરા તાલુકામાં પડ્યો છે. મહીસાગરના વીરપુર તાલુકામાં ૮ ઇંચ, લુણાવાડામાં ૭ ઇંચ, બાલાસિનોરમાં ૫ ઇંચ વરસાદ થયો હતો. રાજ્યના કુલ ૧૭૩ તાલુકામાં રવિવારે સાંજ સુધીમાં થયેલી વર્ષામાં ૧૬ તાલુકામાં ૪ ઇંચથી વધુ , ૪૦ તાલુકામાં ૨થી ૪ ઇંચ અને ૩૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ પાણી પડ્યું હતું. અમદાવાદમાં ઘણા મુખ્ય માર્ગો પર કેડ સમાણા પાણી ભરાતાં મનપાની વરસાદની તૈયારીઓની પોલ ખૂલી ગઇ હતી અને પ્રીમોન્સૂન તૈયારી માટે કરેલ કરોડો રૂપિયાનો ખર્ચો ગટર થઇ ગયો હોવાની લાગણી નાગરિકોએ અનુભવી હતી. ગોધરામાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાતાં અવંતિકા એક્સપ્રેસ રદ કરાઇ હતી. શિનોરમાં એક મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.
ભારે વરસાદથી દાહોદ જિલ્લો પાણી-પાણી થતાં અને બે દિવસનો રેડ ઍલર્ટ જાહેર કરાતાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ હતી. દાહોદ જિલ્લામાં દેવગઢબારિયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકૉપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. અંદાજે ૩-૪ હજાર લોકોનું સમગ્ર રાજ્યમાં સેફ સ્થળોએ સ્થળાંતર કરાયું હતું તો ૩૦૦-૪૦૦ લોકોનું બોટ તેમ જ એરલિફ્ટિંગથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.
ગુજરાતને શનિ-રવિમાં વરસાદે ધમરોળતાં રાજ્યના પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, અરવેલ્લી, ખેડા, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ ઇત્યાદિ જિલ્લાઓમાં મેઘમહેર રહી હતી.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જવાના તમામ માર્ગો કરાયા બંધ

નર્મદા નદીનું પાણી રસ્તા પર ફરી વળતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડોદરા જવાના તમામ માર્ગો બંધ કરાયા છે. તમામ રસ્તા અને હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અને પ્રવાસીઓ અટવાયા છે. રસ્તાબંધ થવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વડોદરા જવાના તમામ માર્ગ બંધ કરાયા હતા. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલીને લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ તેથી નર્મદા ડેમથી ૧૦ કિલોમીટર દૂરના ગરુડેશ્ર્વર મેઈન હાઈવે પર પાણી ભરાયા હતા અને નર્મદા પોલીસે સતર્ક બની હાઈવે પર આવતા વાહનોને રોકવાની સૂચના સાથે ગરુડેશ્ર્વરથી રાજપીપળા જતો રસ્તો બંધ કર્યો હતો.

Previous Post

નાના બાળકોને પ્રાઈવેટ પાર્ટ વિશે પૂછવું એ ‘લેફ્ટ’ ઈકોસિસ્ટમની અસર : મોહન ભાગવત

Next Post

તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી

તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી

ભારતે સમુદ્રમાં પણ ચીનને પડકાર ફેંકવાની કરી તૈયારી

ભારતે સમુદ્રમાં પણ ચીનને પડકાર ફેંકવાની કરી તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.