આજથી સંસદનું વિશેષ સત્રમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા. વિશેષ સત્ર શરૂ થતાં પહેલા મીડિયાને સંબોધિત કરતી વેળાએ પીએમ મોદીએ ચંદ્રયાન-3 અને જી-20ની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે વિપક્ષનું નામ લીધા વગર ટોણો માર્યો હતો કે રોદણાં રોવાં રોવા માટે ઘણો સમય મળશે. તેમણે કહ્યું કે સંસદનું આ વિશેષ સત્ર નાનુ છે પણ ઐકિહાસિક છે.
સંસદના વિશેષ સત્રમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, G20ની સફળતા દેશના 140 કરોડ નાગરિકોની સફળતા છે. આ ભારતની સફળતા છે, કોઈ વ્યક્તિ કે પક્ષની નહીં. આપણા બધા માટે ઉજવણીનું કારણ છે. આ દરેક માટે ગર્વની વાત છે. આ ગૃહમાં છેલ્લા 75 વર્ષમાં સ્વતંત્ર ભારત સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ બની છે. 600 મહિલા સાંસદોએ પણ ગૃહનું ગૌરવ વધાર્યું છે. જ્યારે હું પહેલીવાર સાંસદ તરીકે આ ભવનમાં પ્રવેશ્યો ત્યારે મેં લોકશાહીના આ મંદિરમાં માથું નમાવ્યું હતું.
સંસદના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક જગ્યાએ ભારતની ચર્ચા થઈ રહી છે. ચંદ્રયાન-3ની સફળતાથી સમગ્ર દેશ ગૌરવની વાત છે. તેમા ભારતની શક્યતાનું એક નવું રૂપ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. તે આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ સાથે સંબંધિત છે. દેશ અને દુનિયામાં આની નવી અસર પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, નવા સંસદ ભવન પર જતા પહેલા દેશની સંસદની 75 વર્ષની સફરને યાદ કરીએ. અમે બધા આ ઐતિહાસિક ઇમારતને વિદાય આપી રહ્યા છીએ. આમાં દેશવાસીઓએ પરસેવો રેડ્યો છે. આઝાદી પહેલા આ ગૃહ શાહી વિધાન પરિષદ (ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ)ની બેઠક હતી. આઝાદી બાદ આ ઈમારતને સંસદભવનની ઓળખ મળી. જૂની સંસદ ભવન આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજે એટલેકે 18 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે અને 22 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. સંસદના વિશેષ સત્ર દરમિયાન, લગભગ આઠ બિલો વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ સત્રમાં સંસદની 75 વર્ષની સફર પર પણ ચર્ચા થશે.તેમજ સંસદની નવી ઇમારતમાં પ્રથમ વખત ગૃહની કાર્યવાહી થશે.
વિશેષ સત્ર શરૂ થતાં જ લોકસભામાં હોબાળો
સંસદ ભવનમાં વિશેષ સત્ર શરૂ થતાં જ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો શરૂ થયો હતો. વિપક્ષ માઈક બંધ હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવી રહ્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ G20 સમિટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.
દિનેશ શર્માએ રાજ્યસભામાં સાંસદ તરીકે શપથ લીધા
સંસદના વિશેષ સત્રમાં ભાજપના નેતા દિનેશ શર્માએ રાજ્યસભામાં સાંસદ તરીકે શપથ લીધા. દિનેશ શર્માને યુપીમાંથી રાજ્યસભા માટે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.