ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી આફતરૂપ બન્યો છે. રાજયમાં ભારે વરસાદથી તથા પાડોશી મધ્યપ્રદેશમાં અનરાધાર પાણી વરસતા તેના જળ જળાશયોમાં ઠલવાતા-કેટલાંક ભાગોમાં પુર પરિસ્થિતિ સર્જાઈ છે. 10,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જયારે પાંચ જીલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા સહિતના ડેમો પાણીની જંગી આવકથી છલકાયા છે. પરીણામે તેનાં પાણી છોડવામાં આવતા પુરની હાલત ઉભી થઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટરે છલકાઈ જતા 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 19 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ડેમના પાણી છોડાતા નદીઓ ગાંડીતુર બની હતી. પરીણામે વડોદરાનાં શિનોરા, ડભોઈ, કરજણ તાલુકાના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નમ;દાના રિપરબેડ પાવર હાઉસમાંથી પણ 18.41 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. આ સિવાય કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા અન્ય 20 ગામોને પણ એલર્ટ કરીને કાંઠાળ ભાગોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂર પરિસ્થિતિને ધ્યાને રાખીને પ્રભાવીત વિસ્તારોમાં કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી. જુદા જુદા ભાગોમાંથી 10,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત સલામતીનાં કારણોસર ભરૂચના 21 તથા નર્મદાનાં 137 મળીને 158 ગામોમાં વિજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ભારે વરસાદથી ઉદભવેલી પુર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજય સરકારે દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ તથા વડોદરા, એમ પાંચ જીલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
નર્મદા જીલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે. આ સિવાય પંચમહાલની જીવનદોરી સમાન પાનમ ડેમ પણ છલકાયા છે અને તેમાંથી 17124 કયુસેક પાણી છોડવામાં આવ્યા છે માત્ર 24 કલાકમાં અર્ધો ખાલી રહેલ ડેમ આખો ભરાઈ ગયો હતો. સરકારી સુત્રોના કહેવા પ્રમાણે પાંચ જીલ્લાના 10,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.તાપી નદી પરના ઉકાઈ ડેમનો 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.તાપી નદીના કાંઠાળ ગામોને એલર્ટ કરાયા છે.નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ તથા પંચમહાલનાં 207 લો કોને રેસ્કયુ કરાયા હતા