Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં સોના સામે ધિરાણમાં 44%નો વધારો

કોરોના પછી સોનાના વધેલા ભાવ અને રોકાણનો વિકલ્પ હવે ઈઝી-લોનમાં ફેરવાયો

aaspassdaily by aaspassdaily
2023-09-20 11:13:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોરોના કાળ પછી ગુજરાત વિકાસની તેની દૌટમાં ફરી તેજ થવા માટે આગળ વધી રહી છે તે સમયે રાજયમાં ‘નાણાની ભૂખ’ પણ વધી હોય તેવા સંકેત છે. હાલમાં જ બેન્કીંગ ડેટા મુજબ રાજયમાં બેન્ક ધિરાણનું પ્રમાણ 165% જેટલું વધ્યું છે તે તેની સાથે ગોલ્ડ-લોન એટલે કે સોના સામે ધિરાણમાં પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાટરમાં (એપ્રિલ-જૂન 2023) 44%નો વધારો થયો છે.
ગોલ્ડ લોનના આ આંકડા બેન્કો તથા જે ખાનગી કંપનીઓ (માન્ય) સોના સામે ધિરાણ આપે છે તેના છે. ખાનગી રાહે સોના સામે નાણા મેળવવા માટેની જે પ્રથા છે તે તો ઉંચા વ્યાજદર તથા ‘શાહુકાર’ જેવી પ્રણાલીના છે જેના કોઈ આંકડા ઉપલબ્ધ રહેતા નથી. એક તરફ બેન્કો તેના ધિરાણના વ્યાજદર વધારી રહી છે તો બીજી તરફ સોનાના ભાવ એક ઉંચી સપાટીએ પહોંચ્યા પછી તે સ્થિર થવા લાગ્યા છે. જેના કારણે સોના સામે હવે વધુ ધિરાણ પ્રતિ 10 ગ્રામ મળે છે.
ફાયનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સીલના આંકડા મુજબ 2022-23માં પ્રથમ કવાટરમાં સોના સામે ધિરાણ રૂા.1557 કરોડ હતું જે 2023/24ના પ્રથમ કવાટરમાં રૂા.2242.36 કરોડ થયું છે. આ નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના ધિરાણના આંકડા છે. કોવિડકાળમાં લોકોને તાત્કાલીક નાણા માટે સોના સામે ધિરાણ અત્યંત મહત્વનું પુરવાર થયુ હતું.
ખાસ કરીને આવક ઘટતા અને તબીબી સહિતના ખર્ચ વધતા ઘરમાં મોંઘા સામે ધિરાણ એ સૌથી મહત્વનું બની ગયું. સોનાનો ભાવ આ નાણાકીય વર્ષના પ્રથમ કવાટરમાં રૂા.66000 પ્રતિ 10 ગ્રામ પરથી ગયા છે અને યુવા સાહસિકો કે પછી વ્યાપારીઓ તેને તાત્કાલીક નાણાકીય જરૂરિયાત માટે સૌથી સરળ માર્ગ ગણે છે. સોનું હવે એક સલામતી ઉપરાંત રોકાણ તરીકે પણ એક મોટો વર્ગ અપનાવી લીધું છે અને તેથી તેઓ પોતાના આ રોકાણમાં ‘ડેડ’ એસેટસ સાબીત થાય નહી તે માટે ધિરાણ મેળવી તે નાણાનો ઉપયોગ પ્રસંગ પુરો કરવાની નવા રોકાણ કે વ્યાપાર ઉદ્યોગમાં કરે છે.
ગ્રામીણ ક્ષેત્રમાં પણ હવે એનબીએફસી આ પ્રકારના ધિરાણમાં ઝડપથી આગળ વધી રહી છે. પર્સનલ લોન કરતા આ ધિરાણ સસ્તુ પડે છે તથા તેઓ રી-પેમેન્ટની શરતો હળવી છે જેથી તે ચિંતા વગર જ આ ધિરાણ મેળવી શકાય છે.

Previous Post

સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળે જ 4 ના મોત

Next Post

અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એર ફાઈબર લોન્ચ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એર ફાઈબર  લોન્ચ

અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એર ફાઈબર લોન્ચ

સરોજખાનની બાયોપિકમાં માધુરી દિક્ષિત નજરે પડશે?

સરોજખાનની બાયોપિકમાં માધુરી દિક્ષિત નજરે પડશે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.