લોકસભામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન- AIMIM પાર્ટીના બે સાંસદો છે, જેમાં એક પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીઅને બીજા ઇમ્તિયાઝ જલીલછે. આ બંનેએ મહિલા આરક્ષણ બિલના વિરોધમાં મતદાન કર્યું છે.
નવા સંસદ ભવનની બહાર મહિલા આરક્ષણ બિલ પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમે તેની વિરુદ્ધ છીએ. તેમણે કહ્યું, “આ પહેલા પણ જ્યારે આ પ્રકારનું બિલ લાવવામાં આવ્યું હતું ત્યારે અમારી પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. આ બિલમાં ખામી એ છે કે તેમાં OBC અને મુસ્લિમ મહિલાઓ માટે કોઈ ક્વોટા નથી, તેથી અમે તેની વિરુદ્ધ છીએ.”






