ઉત્તર અમેરિકાના દેશમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી ગતિવિધિઓને જોતા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓ વચ્ચે કેનેડાની યાત્રા કરવાની યોજના બનાવી રહેલા ભારતીયોને ‘અત્યંત સાવધાની’ રાખવા કહ્યું હતું. કેનેડાની સરકારે બુધવારે ભારતની ટ્રાવેલ એડવાઈઝરીને ફગાવી દીધી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, નવી દિલ્હીની ચેતવણીને નકારી કાઢતા કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે કહ્યું કે કેનેડા એક સુરક્ષિત દેશ છે.
ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ અનુસાર, કેનેડામાં 230,000 ભારતીય વિદ્યાર્થીઓ અને 700,000 બિન-નિવાસી ભારતીયો છે. ભારતની ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે, ‘તાજેતરમાં ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના તે વર્ગોને નિશાન બનાવ્યા છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. તેથી, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી છે.
ઉત્તરી અમેરિકાના દેશમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી ગતિવિધિઓને જોતા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. ભારત માને છે કે ટ્રુડો સરકાર તેની વાસ્તવિક ચિંતાઓ પર ધ્યાન આપી રહી નથી.



