Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અકસ્માતમાં મૃત્યુ કે ઈજા થવા પર વળતરમાં રેલ્વેએ કર્યો 10 ગણો વધારો

મૃતક યાત્રીઓના પરિજનોને 5 લાખ જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 2.5 લાખ રુપિયા આપવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-09-21 11:53:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રેલ્વે બોર્ડે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં રેલ્વે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો પહેલા કરતા તેને 10 ગણું વધારે વળતર મળશે. આ પહેલા રેલ્વે દ્વારા છેલ્લી વખત એક્સ- ગ્રેશિયાની રકમમાં વર્ષ 2012 અને 2013માં સુધારો કરવામાં આવ્યો હતો.
રેલ્વે તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તેમજ ઈજાગ્રસ્ત થયેલા યાત્રીના પરિજનોને આપવામાં આવતા વળતરની રકમમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલ્વેના 18મી સપ્ટેમ્બરના જાહેર કરાયેલા પરિપત્રની તારીખથી જ આ લાગુ થઈ જશે. આ નવા વળતરની રકમમાં વધારો થયા બાદ હવેથી ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારના બદલે 5 લાખ રુપિયા મળશે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારના બદલે 2.5 લાખ રુપિયા આપવામાં આવશે. આ સિવાય નજીવી ઈજા થનારા યાત્રીઓને 5 હજારને બદલે 50 હજાર રુપિયા મળશે.
રેલ્વે બોર્ડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનાના કિસ્સામાં જો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મુસાફર 30 દિવસથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ થવા પર તેમને વધારાની રકમ આપવાની પણ જાહેરાત કરવામા આવી છે. જેમા દર 10 દિવસના સમયગાળાના અંતે અથવા રજાની તારીખે બે માંથી જે વહેલું હોય તે દિવસે 3 હજાર પ્રતિ દિવસ આપવામાં આવશે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે અધિનિયમ 1989 ટ્રેન દુર્ઘટના અને અપ્રિય ઘટનાઓમાં મુસાફરોના મૃત્યુ અથવા ઈજા માટે વળતરની જવાબદારી નક્કી કરે છે. આ અપ્રિય ઘટનાઓમાં આતંકવાદી હુમાલો, હિંસક હુમલો અને ટ્રેન લૂટ જેવા ગુનાઓનો સમાવેશ પણ થાય છે.

Previous Post

10 વર્ષમાં ગુજરાતમાં 1.28 કરોડ મોબાઇલ યુઝર્સ વધ્યા

Next Post

ભારતના તબીબો હવે વિદેશમાં કરી શકશે પ્રેકટીસ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
ભારતના તબીબો હવે વિદેશમાં કરી શકશે પ્રેકટીસ

ભારતના તબીબો હવે વિદેશમાં કરી શકશે પ્રેકટીસ

સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધશે

સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.