ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. હવે અમેરિકાએ પણ આડકતરી રીતે કેનેડાને કડક શબ્દો સાથે સમર્થન આપ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે યુએસ-કેનેડા સંબંધોમાં તિરાડ આવી હોવાના આરોપોને અમેરિકાએ સખત રીતે ફગાવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે ‘હું એ વિચારને સખત રીતે નકારી કાઢું છું કે યુએસ અને કેનેડા વચ્ચે કોઈ મતભેદ છે. “અમે આરોપો વિશે ચિંતિત છીએ અને આ તપાસને આગળ વધારવા અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માંગીએ છીએ.”
જ્યારે જેક સુલિવાનને કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીના આરોપો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમેરિકા ટોચના સ્તરે ભારત સાથે સંપર્કમાં છે અને વોશિંગ્ટન આ મામલે કોઈ ખાસ છૂટ આપી રહ્યું નથી. છે. સુલિવાને કહ્યું કે ‘અમેરિકા તેના સિદ્ધાંતો માટે ઊભું રહેશે, પછી ભલેને કોઈ પણ દેશ પ્રભાવિત થાય.’