ભારતીય ક્રિકેટ ટીમે મોહાલીમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની ગયું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ, વનડે અને T20 આમ ત્રણેય ફોર્મેટમાં પોતાની બાદશાહત બનાવી લીધી છે.
એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયા પાસે આ માઈલસ્ટોન સુધી પહોંચવાની શાનદાર તક હતી પરંતુ શ્રીલંકા સામે સુપર ફોર રાઉન્ડની મેચમાં મળેલી હારને કારણે તે થઈ શક્યું નહીં. વળી, ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે 2-3ના માર્જિનથી હારી જતાં પાકિસ્તાન વન-ડેમાં નંબર વન ટીમ બની ગયું હતું. એશિયા કપ 2023નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ટીમ પાસેથી નંબર વન વનડે ટીમનો તાજ પણ છીનવી લીધો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. રવિવારે 19 ફેબ્રુઆરીએ ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનારી વિશ્વની બીજી ટીમ છે. થોડા સમય માટે, આ સિદ્ધિ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના નામે નોંધાયેલી હતી
ICC ODI રેન્કિંગમાં હાલમાં ભારતીય ટીમના ખાતામાં 116 રેટિંગ પોઈન્ટ છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટિંગ પોઈન્ટ છે. વળી જો T20I ની વાત કરીએ તો તેમા ટીમ ઈન્ડિયાના 264 રેટિંગ પોઈન્ટ છે જ્યારે તે પછી ઈંગ્લેન્ડ 261 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં 118 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ 118 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. અહીં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા કરતા 1 મેચ ઓછી રમી છે જેના કારણે તે નંબર વન પર છે.