યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે. ખેડા ખાતે ડાકોરના ઠાકોર કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન છે. ડાકોર મંદિરમાં પૈસા આપી VIP દર્શન કરાવવામાં આવતું હોવાનો મુદ્દે ઘમાસાણ સર્જાયું હતું. અગાઉ ડાકોર મંદિરમાં VIP દર્શન બંધ કરાવવાની માંગ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ધર્મના નામે ધંધા સમાન આ પ્રથા અંગે સોશિયલ મીડિયામાં મુદ્દો ગરમાયો હતો અને ભક્તોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી હતી. જોકે હવે ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા સત્તાવાર જાહેરાત કરી VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે.