ગત વર્ષની સિઝનની સફળતા બાદ, ઝી ટીવીનો જાણિતો ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પાએ ફરીથી પાછો આવી ગયો છે, હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક અહીં જજ તરીકે અને આદિત્ય નારાયણને હોસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે. ઉદ્યોગમાં સર્વપ્રથમ વખત ઉભરતી પ્રતિભાને તેમની મૌલિક રચના સિઝન પૂરા થયા પહેલા જ રેકોર્ડ કરવાના મોકો આપવાની સાથે, રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ખોજમાંથી એવો પહેલો ગાયક મળી ગયો છે, ગ્રાન્ડ પ્રિમિયર એપિસોડમાં જજની સાથે સ્ટેજના પ્રેક્ષકોને પણ તેમની ગાયકીથી પ્રભાવિત કરનાર પશ્ચિમ બંગાલનો એલ્બર્ટ કાબો લોપચેએ આ સુવર્ણતક મેળવનાર પ્રથમ સ્પર્ધક બન્યો છે, જેનું પહેલું ગીત ઝી મ્યુઝીક કંપની
રજૂ કરશે.
શનિવાર, 23 સપ્ટેમ્બરના આગામી એપિસોડમાં દર્શકો ‘મેરે સોનેયા’ ગીત પર વધુ એક મંત્રમુગ્ધ કરતું પફોર્મન્સ, તેના સુંદર અવાજમાં બોલિવૂડની મહાન હસ્તી માધુરી દિક્ષિતની સામે રજૂ કરતો જોશે. માધુરી ‘ગણેશઉત્સવ’ની ઉજવણી માટે ખાસ મહેમાન બનીને સ્ટેજની શોભા વધારશે. તેના અવાજથી પ્રભાવિત આ સુપરસ્ટાર તેના લાઈવ પફોર્મન્સને
તેના ફોનમાં રેકોર્ડ કરતા પોતાની જાતને રોકી શકી નહી! આ અવિસ્મરણિય ક્ષણ તમારે ચુકવા જેવી નથી. એલ્બર્ટનું મેરે સોનેયાની સુંદર રજૂઆત સા રે ગા મા પાના આગામી શનિવાર રાતના એપિસોડની બાદ, ઝી મ્યુઝીક કંપનીની યુટ્યુબ ચેનલની સાથોસાથ મોટા ભાગના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ રિલિઝ કરવામાં આવશે.
માધુરી દિક્ષિત એલ્બર્ટને વખાણતા કહે છે, “એલ્બર્ટ તને ખૂબ- ખૂબ અભિનંદન, કે તને એક નવું ગીત ગાવાની તક મળી.
આટલી મુશ્કેલ સ્પર્ધામાં, સ્પર્ધકો અન્ય ગાયકોના ગીતને પોતાની રીતે રજૂ કરી રહ્યા છે, ત્યારે તને પોતાનું મૌલિક ગીત રજૂ કરવાનો મોકો મળ્યો છે અને તેમાં તારા પોતાના વ્યક્તિત્વને રજૂ કરવાની પણ તક છે. મેં સાંભળ્યું છે કે, તું એક તાલિમબદ્ધ ગાયક નથી, પણ તારા અવાજમાં જે સરળતા, સૌમ્યતા અને સુમધુરતા છે, તે તારા અવાજને ખરેખર રોમાન્ટિક બનાવે છે.”
સ્પર્ધક એલ્બર્ટ કાબો લોપચે કહે છે, “મારી પ્રથમ મૌલિક રચનાને રેકોર્ડ કરવાની મને જે અદ્દભુત તક મળી છે, તેના માટે હું સા રે ગા મા પાના જજ, ઝી ટીવી અને ઝી મ્યુઝિક કંપનીનો ખૂબ જ આભારી છું, કે તેમને મારી પ્રતિભાને ઓળખીને મને આ તક આપી છે.”