મિર્ઝાપુરના ‘બબલુ પંડિત’ ઉર્ફે વિક્રાંત મેસીના જીવનમાં મોટી ખુશી આવી છે. તે જલ્દી જ પિતા બનવા જઈ રહ્યો છે. તેણે આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી છે. વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુરે સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. 36 વર્ષના વિક્રાંત મેસીએ ગયા વર્ષે જ તેની ગર્લફ્રેન્ડ શીતલ સાથે લગ્ન કર્યા હતા.
સારા સમાચારની સાથે વિક્રાંત મેસીએ તેની પત્નીની ડિલિવરી ડેટ પણ જાહેર કરી છે. અભિનેતાએ લગ્નની તસવીરો સાથે ખૂબ જ અનોખી રીતે પ્રેગ્નન્સી વિશે ફેન્સને જણાવ્યું. ત્રણ પિન દ્વારા તેણે બતાવ્યું કે તે અને શીતલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘નવી શરૂઆત.’ અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં શીતલ ઠાકુરની ડિલિવરી ડેટ પણ દર્શાવવામાં આવી છે.
વિક્રાંત અને શીતલના લગ્ન
વિક્રાંત અને શીતલ ઠાકુરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ અભિનેતાએ એક સુંદર પોસ્ટ સાથે લગ્નની સુંદર તસવીરો શેર કરી. તેણે લખ્યું હતું કે, ‘સાત વર્ષની આ સફર આજે સાત જન્મમાં ફેરવાઈ ગઈ છે. આ પ્રવાસમાં અમને સાથ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શીતલ અને વિક્રાંત.