અંબાજીને જોડતા માર્ગ પર શ્રદ્ધાનો પ્રવાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અંબાજી ધામમાં ધીરે ધીરે યાત્રિકોનો મેળાવડો થતા તીર્થધામ જાણે અંબામય બની રહ્યું છે.આસ્થાને અભિવ્યક્ત કરવાના અવસરરૂપી અંબાજી ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે મેઘરાજાએ ખમૈયા કરતા ભકતોનો ઉત્સાહમાં ભરતી જોવા મળી રહી છે. માઇ ભકતોની સેવા કરી પુણ્યનું ભાથું બાંધવા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો પણ ધમ ધમી ઉઠયા છે. વહિવટી તંત્ર દ્વારા પણ ભકતોને આવકારવા સુવિદ્યા રૂપી જાણે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે.