AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર આપતા કહ્યું, “હું તમારા નેતા (રાહુલ ગાંધી)ને વાયનાડથી નહીં પણ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેકુ છું. તમે મોટી મોટી વાતો કરો છો, જમીન પર આવો મુકાબલો કરીશું. કોંગ્રેસના લોકો ઘણી વાતો કરે છે પરંતુ હું તૈયાર છું..આ તે કોંગ્રેસ હતી જ્યારે બાબરી મસ્જિદ અને સચિવાલયની મસ્જિદ તોડવામાં આવી.”
અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસની સાથે સાથે સમાજવાદી પાર્ટી અને આરજેડી પર પણ પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું, “કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી (આરજેડી)ના નેતા સંસદમાં મુસ્લિમોનું નામ લેતા ડરે છે. મે ઉભા થઇને કહ્યું કે મુસ્લિમ અને ઓબીસી મહિલાઓને પણ અનામત મળવું જોઇએ..તે મને કહેતા રહે છે કે હું મહિલાઓ વિરૂદ્ધ છું પરંતુ સત્ય આ છે કે તમે મહિલાઓ, ઓબીસી અને મુસ્લિમો વિરૂદ્ધ છો.”
અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ સાંસદ રમેશ બિધુરી પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું કે આપણે જોઇએ છીએ કે એક ભાજપ સાંસદ સંસદમાં એક મુસ્લિમ સાંસદને ગાળ બોલે છે. લોકો કહે છે કે તેમણે સંસદમાં આ બધુ કહેવું ના જોઇએ પરંતુ તે કહી રહ્યાં છે કે તેમની જીભ ખરાબ છે. આ જનતાના પ્રતિનિધિ છે, જેને તમે મત આપ્યા છે. ઓવૈસીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે દેશની સંસદમાં એક મુસ્લિમની મૉબ લિચિંગ થશે. ભાજપ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે તમારૂ ‘સબકા સાથ, સબકા ‘વિકાસ’ ક્યાં છે? હવે વડાપ્રધાન એક શબ્દ નહીં બોલે.