આખરે એ ક્ષણ આવી ગઈ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢાના લગ્ન થઈ ગયા છે. બંને હવે કાયમ માટે એકબીજાના થઈ ગયા છે. તેમણે ઉદયપુરના લીલા પેલેસમાં સાત ફેરા લીધા. તેમના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો અને પરિચિતો જ જોવા મળ્યા હતા. પાપારાઝી અને મીડિયાને ઈવેન્ટથી દૂર રાખવામાં આવ્યા હતા. જો કે હવે તેમના લગ્નનો લુક સામે આવી ગયો છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો સામે આવી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો છે જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તેમના લગ્ન પછી ચાહકો તેમની પ્રથમ તસવીરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના લગ્ન સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોને આ કપલના લગ્નના સમાચાર મળતા જ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. ચાહકો આ કપલ પર અપાર પ્રેમ વરસાવી રહ્યા છે.
હાલમાં જ પરિણીતીએ તેના અને રાઘવના લગ્નની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં અભિનેત્રીએ પેસ્ટલ કલરના લહેંગા અને મિનિમલ જ્વેલરી પહેરી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે અને રાઘવ ઓફ વ્હાઇટ કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
પરિણીતી અને રાઘવના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. લગ્ન પછી, તેઓએ વિદાય લીધી અને પછી ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ ફંક્શનમાં કપલના પરિવારજનો, મિત્રો અને રાજકારણીઓ હાજર રહ્યા હતા. દંપતીએ પાપારાઝી અને મીડિયા કેમેરાથી બચવા માટે ખૂબ જ કડક વ્યવસ્થા કરી હતી.
તમને જણાવી દઈએ કે રાગ્નીતીએ આ વર્ષે 13 મેના રોજ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં એકબીજા સાથે સગાઇ કરી હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન, ભૂતપૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સહિત ઘણા રાજકારણીઓએ સ્ટાર-સ્ટડેડ ફંક્શનમાં હાજરી આપી હતી. અભિનેત્રીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પણ સગાઈમાં સામેલ થઈ હતી પરંતુ કામના કારણે લગ્નમાં હાજર રહી શકી નહોતી.