મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈઝ અ હીરો’ને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ-2024 માટે મોકલશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું. તેની વાર્તા વર્ષ 2018માં કેરળમાં આવેલા પૂર પર આધારિત છે. આ ફિલ્મમાં પૂર સામે માનવતાની જીતને સારી રીતે દર્શાવવામાં આવી છે.
2018માં કેરળમાં આવેલા પૂર પર આધારિત
જ્યારે ભારતે આ ફિલ્મને ઓસ્કારમાં મોકલી ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને મેકર્સ ખૂબ જ ખુશ છે. 2018માં, કેરળમાં આવેલા પુરે ઘણા ભાગોને સંપૂર્ણપણે નાશ કર્યો હતો. આ ફિલ્મ આ દુર્ઘટના દર્શાવે છે. તે એ પણ બતાવે છે કે આ વાતાવરણમાં માનવતા કેવી રીતે જીતે છે.
ટોવિનોની મદદ
આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે અનુપ (ટોવિનો થોમસ) દુબઈમાં નોકરીનું સપનું પૂરું કરવા આર્મી છોડી દે છે. ફિલ્મમાં તે ધોધમાર વરસાદમાં પણ લોકોમાં લગ્નના કાર્ડ વહેંચતો જોવા મળ્યો હતો. પરંતુ જ્યારે પુર આવે છે ત્યારે તે કેવી રીતે પોતાની મરજીથી લોકોને મદદ કરે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ફિલ્મમાં આસિફ અલી, કુંચકો બોબન, લાલ અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી અપર્ણા બાલામુરલી પણ છે, જેણે ટીવી રિપોર્ટરની ભૂમિકા ભજવી છે.
ઓસ્કાર એવોર્ડ્સ ક્યારે છે?
96મો ‘ઓસ્કર એવોર્ડ્સ 2024’ આવતા વર્ષે 10 માર્ચ, રવિવારના રોજ યોજાશે. આ એવોર્ડ ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે. વિશ્વના 200થી વધુ દેશોમાં એબીસી પરથી તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ પહેલા 96માં એકેડમી એવોર્ડ્સમાં ફિલ્મ ‘RRR’ના ‘નટુ નટુ’ને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.