એશિયન ગેમ્સનો આજે પાંચમા દિવસે ભારતને બે મેડલ મળ્યા છે. પહેલો મેડલ રોશિબિના દેવીએ વુશુમાં જીત્યો છે ત્યાર પછી બીજો ગોલ્ડ મેડલ શૂટિંગમાં મળ્યો છે. રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો છે. તો અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ મેડલની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે જેમાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે યજમાન ચીનને માત્ર એક પોઈન્ટથી હરાવ્યું હતું. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ભારતની મેડલ સંખ્યા 24 પર પહોંચી ગઈ છે.