ખેલૈયાઓ થઈ જાવ તૈયાર ૨૯ સપ્ટેમ્બરે હેમુ ગઢવી હોલ ખાતે નવરાત્રિ રાસ – ગરબા સ્પર્ધાનું આયોજન ૨૯ સપ્ટેમ્બરે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી રાજકોટ શહેર કક્ષાની નવરાત્રિ રાસ – ગરબા સ્પર્ધા રાજકોટના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલમાં તારીખ ૨૯-૦૯-૨૦૨૩નાં શુક્રવારે એટલે કે આવતી કાલે નવરાત્રિ રાસ – ગરબાસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ફોર્મ ભરનાર તમામ ખેલૈયાઓને સમયસર હાજર રહેવા સૂચન આપયું છે. ગુજરાત સરકારશ્રીના, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેર કક્ષાની નવરાત્રિ રાસ – ગરબા સ્પર્ધા-૨૦૨૩-૨૪નું તા. ૨૯/૦૯/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરનાર વિવિધ સંસ્થાના કલાકાર ભાઈઓ – બહેનોએ સ્પર્ધામાં સમયસર હાજર થવાનુ રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દીહોરાની યાદીમાં જણાવાયું છે.