અમદાવાદ શહેરમાં સિંધુભવન વિસ્તારમાં સ્પામાં કામ કરતી એક મહિલાને સ્પાના માલિક દ્વારા જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થયાના અહેવાલો ફરતા થયા હતાં આરોપી સ્પા માલિકે યુવતી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ ઘટના બાદ યુવતીએ અમદાવાદ શહેર પોલીસને 100 નંબર પર ફોન કરી મદદ પણ માંગી હતી પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ વીડિયો વાયરલ થયાના 24 કલાકમાં જ સ્પાના માલિકની ધરપકડ કરી લીધી છે.
પોલીસે ફરિયાદ નોંધાયા બાદ યુવતીનો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, આરોપી યુવક મોહસીન હુસેન રંગરેજ બન્નેએ ભેગા મળી પાર્ટનરશીપમાં સ્પા ખોલ્યું હતું જેમાં પૈસાના વહીવટ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ બોલાચાલી ઉગ્ર થતા યુવકે યુવતી પર હાથ ઉપાડ્યો હતો અને અણછાજતું વર્તન કર્યું હતું. મામલો ઉગ્ર બનતા યુવતીએ 100 નંબર પણ ડાયલ કર્યો હતો. જે બાદ યુવતીનો પોલીસે સંપર્ક કરી ફરિયાદ કરવા માટે સમજાવી હતી. પોલીસ અને મીડિયાનો પણ યુવતીએ આભાર માન્યો હતો”





