ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન એસ. સોમનાથ ગુજરાત આવ્યા છે. Chandrayaan-3 ની સફળતા બાદ એસ.સોમનાથ સોમનાથ મંદિરે દર્શનાર્થે પહોચ્યા હતા. વેરાવળ રેલ્વે સ્ટેશનથી લઇને સોમનાથ મંદિર સુધી સૌ કોઇએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સોમનાથ મંદિરે પહોંચ્યા બાદ એસ.સોમનાથે મહાપૂજામાં ભાગ લીધો હતો.