હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ બખ્તરબંધ વાહનોનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે યુક્રેને મહિલા સૈનિકો માટે ખાસ બખ્તર બંધ બનિયાન બનાવ્યા છે જે પહેલું બુલેટપ્રુફ જેકેટ મહિલાઓ માટે છે.
આર્મ્ડ વેસ્ટસ મતલબ, સૈનિકો માટે બનેલા એવા બનિયાન જે બુલેટપ્રુફ જેકેટની જેમ મજબૂત અને સૈનિકોની સુરક્ષા માટે સક્ષમ છે. આ કવચ બનાવનાર યુક્રેની કંપનીએ રાજધાની કીવમાં તેનું પ્રદર્શન કર્યું હતું. યુક્રેનનું રક્ષા મંત્રાલય મહિલા સૈનિકોનો બુલેટપ્રુફ શુટ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ બખ્તરબંધ બનિયાનની સાથે મજબૂત હેલ્મેટ અને ખાસ પ્રકારનું હેલ્મેટ પણ સામેલ છે. જે મહિલાના શરીરની રચના મુજબ બનાવાયા છે.





