શુક્રવારે (29 સપ્ટેમ્બર) એશિયન ગેમ્સનો છઠ્ઠો દિવસ છે. ભારતને છઠ્ઠા દિવસે શૂટિંગમાં બે મેડલ મળ્યા છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. આ સાથે હવે કુલ મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે. અગાઉ ગેમ્સના પાંચમા દિવસ સુધી ભારત છ ગોલ્ડ, આઠ સિલ્વર અને 11 બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને હતું. હવે ભારત પાસે સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ છે.





