ટીવી ટોક-શોમાં ચર્ચા જયારે ઉગ્ર થઈ જાય ત્યારે શાબ્દીક ટપાટપી હવે સામાન્ય થઈ જાય છે. પણ પાકિસ્તાનમાં તો એક ટીવી લાઈવ શો દરમ્યાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ પીએમએસએન- નવાઝનાં સેનેટર અફનાન ઉલ્લાહખાન અને પાકિસ્તાન તહરીકએ ઈન્સાફ (પીટીઆઈ)ના સાથે જોડાયેલા વકીલ શેર અફઝલખાન મારવાત એકબીજા સાથે એવા તો ઝઘડી પડયા કે ચાલુ ટીવી શોએ એકબીજાની પીટાઈ શરૂ કરી દીધી હતી પુરી ઘટનાથી ટીવી એન્કર વિમાસણમાં મુકાઈ ગયા હતા.
પીએમએનએલએન સેનેટરે ઈમરાનખાન પર અનેક ગંભીર આરોપ લગાડયા હતા. આ આરોપોનાં જવાબમાં ઉશ્કેરાઈ જઈને પીટીઆઈના નેતા મારવાન ઉશ્કેરાઈ ગયા હતા પછી તો બન્ને વચ્ચે મારામારી લાતાલાત થઈ ગઈ હતી. ટીવી શો જાણે બોકસીંગ રીંગ બની ગઈ હતી. બન્ને નેતાઓ એકબીજાને જાહેરમાં ગાળો દઈ રહ્યા હતા. તેમને છુટા પાડવાના ટીવી ચેનલોનાં (ક્રુ મેમ્બર)નાં પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ યુઝર્સે વીડીયોની મજા લેતા લખ્યું:આવા જ ટોક શો હોવા જોઈએ એક યુઝરે લખ્યુ ટીવી શો પર ટોક શો હંમેશા દક્ષિણ એશીયાની પસંદગીની ગાળો સાથે ખત્મ થાય છે.






