વિશ્વમાં યુદ્ધ તથા કલાઈમેટ ચેઈન્જ- ગ્લોબલ વોર્મિંગ વિ.ના કારણે અનાજ ઉત્પાદન પર અસર થવા લાગ્યુ છે અને બીજીબાજુ એશિયન સહિતના દેશોમાં વધતી વસતિની અનાજ વિઝા માંગ પણ વધી છે તે સમયે ગરીબીની સમસ્યા તેમાં વધારો કરે છે. હાલમાં જ થયેલા એક અધ્યયનમાં જણાવ્યું કે, દુનિયામાં ગરીબી મુક્તિ માટે દર વર્ષે પ્રતિ વ્યક્તિ 2.3 ટન ભોજનની તથા કુલ છ ટન સામગ્રીની જરૂર રહે છે. જેમાં બહેતર જીવન માટેની જરૂરિયાતો છે. આ અન્ય જરૂરિયાતોમાં શૈક્ષણિક સામગ્રી પોષક આહાર, કપડા, ખનીજ તથા અન્ય સાધનોનો સમાવેશ થાય છે.
જર્મનીની ફ્રી બર્ગ વિશ્વ વિદ્યાલયમાં સસ્ટેનેબલ એનર્જી ફંડ એન્ડ મોટેરીયલ ફલો મેનેજમેન્ટમાં અભ્યાસ બાદ આ અનુમાન લગાવાયું છે. જેના રિપોર્ટ મુજબ વિશ્વમાં 1.2 અબજ લોકો (120 કરોડ) ગરીબ છે. કુલ 6000 પરિવારોનો સેમ્પલ સર્વે કરાયો જેમાં તેની ગરીબી મુક્તિ માટે ઓછામાં ઓછી આવશ્યકતા શું તે નિશ્ર્ચિત થયું હતું.
38% આવશ્યકતા અનાજની હતી જે 2.3 ટન પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષની હતી. ભોજન અને કેલોરીને સીધો સંબંધ છે. 0થી4 વર્ષના બાળકને પ્રતિદિન 1234.2 કેલેરી ભોજન જોઈએ જે ઉમર વધતા વધતી જાય છે અને 50 વર્ષ કે તેથી ઉપરની ઉમરના વ્યક્તિને 2058 કિલો કેલરી જરૂરી છે. જો કે આ એક સરેરાશ માપદંડ છે. પછી તે વ્યક્તિ અથવા તેનો પરિવાર કયા વિસ્તારમાં કયાં પ્રકારના આવાસમાં રહે છે. તેના પરથી તેની જરૂરિયાતનો પ્રારંભ થાય છે. ગરીબી રેખાથી ઉપર રહેતો વ્યક્તિ પ્રતિદિન 2100 કિલો કેલેરી આપે છે છતાં પણ આ ન્યુનતમ આવશ્યકતા છે.