વન નેશન-વન ઈલેક્શનને લઈને દેશભરમાં ચાલતી વિવિધ ચર્ચાઓ વચ્ચે હવે કાયદા પંચના અધ્યક્ષ રિતુ રાજ અવસ્થીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રિતુ રાજ અવસ્થીએ કહ્યું કે વન નેશન-વન ઈલેક્શન પહેલા સરકારે બંધારણમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે. રિતુ રાજ અવસ્થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને 22મા કાયદા પંચના અધ્યક્ષ પણ છે. સરકારે કાયદા પંચને જવાબદારી સોંપી છે કે, તે સરકારને એવી પ્રક્રિયા વિશે જણાવે કે જેના દ્વારા દેશમાં યોજાનારી ચૂંટણીઓને લાઇનમાં લાવી શકાય.
22મી લો કમિશનની બેઠક 27 સપ્ટેમ્બરે યોજાઈ હતી. જેમાં વન નેશન-વન ઈલેક્શનની ચર્ચા થઈ હતી. લૉ કમિશનનું કહેવું છે કે તે રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ વધારીને અથવા ઘટાડીને તમામ વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવવાની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. જો બધુ બરાબર રહ્યું તો 2029ની લોકસભા ચૂંટણીની સાથે તમામ રાજ્યોની ચૂંટણીઓ યોજાઈ શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર ઋતુરાજ અવસ્થીએ Oવન નેશન-વન ઈલેક્શન માટે સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકારે એક દેશ, એક ચૂંટણી ની શક્યતાઓને લઈને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિ દેશમાં ચૂંટણીની શક્યતાઓ અને તેના અમલીકરણ પર કામ કરી રહી છે. આ સમિતિની રચના બાદથી સમગ્ર દેશમાં તેના ફેરફારો અને રાજકારણ, બંધારણ અને સમગ્ર દેશના સંઘીય માળખા પરની અસરને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.






