અત્યાધુનિક અને વૈભવી વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન આગામી વર્ષે લોન્ચ થવાનું છે. વિમાનના બિઝનેશ-ફર્સ્ટ કલાસને પણ ટકકર મારે તેવી સુવિધા વ્યવસ્થા આ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં હતા. વિમાનમાં જેમ એર હોસ્ટેસ હોય છે તેમ વંદેભારતમાં પણ હશે. ટ્રેનની ઉપરની બર્થમાં ચઢવા માટે ખાસ ડિઝાઈન સાથેની સીડી બનાવવામાં આવી છે જે રાજધાની કરતા પણ આકર્ષક છે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વંદેભારત સ્લીપર ટ્રેનનું પ્રોટોટાઈપ ડીસેમ્બરમાં જાહેર કરાશે અને માર્ચ 2024માં સેવામાં મુકાશે. 16થી20 કોચની આ ટ્રેનમાં મુસાફરી ફલાઈટના ફર્સ્ટકલાસ કરતા પણ વધુ આરામદાયક હશે. દિવ્યાંગ પ્રવાસીઓ માટે પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. ટ્રેનમાં સાફ સફાઈ માટે જાપાની ટેકનોલોજી લાગુ થશે.






