ગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. ગાંધી જયંતિના દિવસે પોરબંદરમાં આવેલું કીર્તિમંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM અને ગુજરાતના મોટા નેતાઓ હાજર રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીજીની જયંતિ નિમિતે પોરબંદર સ્થિત કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી સર્વધર્મ પ્રથાનામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, આ અવસરે ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને ગાંધીજી જયંતિ નિમિતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.






