અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે આંચકાજનક સમાચાર છે. જો તમે બહાર ખાવાના શોખીન છો અને પાણીપુરી ખાવ છો તો તમારા માટે મોટી ચેતવણી છે. અમદાવાદની એક કિશોરીને પાણીપુરી ખાધા પછી લીવરને લગતી બીમારી થઈ હતી. પાણીપુરીના લીધે તે કિશોરીને હિપેટાઇટિસ ઇ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના પગલે તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. જો કે લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ આરોગ્ય કથળતા કિશોરીનું મૃત્યું થયું હતું.
બાળકીઓ અને યુવતીઓમાં પાણીપુરીનો ચટાકો જબરજસ્ત હોય છે. આ જ રીતે સ્વાદની શોખીન 13 વર્ષની કિશોરીએ પાણીપુરી ખાધા પછી પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. પહેલા તો ઘરગથ્થું દવાથી ચલાવવામાં આવ્યું હતું. તેના પછી ડોક્ટરની દવા કરવામાં આવી હતી, આ દવા પછી પણ દુઃખાવો ચાલુ રહેતા તેનો બોડી રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. તેના પગલે આ યુવતીને હિપેટાઇટિસ ઇ હોવાનું નિદાન થયું હતું.
આ હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું. તેના લિવરને ભારે નુકસાન થતાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવી હતી. કિશોરીની માતાએ તેના લિવરનો અમુક ભાગ પણ ટ્રાન્સપ્લાન્ટ માટે આપ્યો તો. તેની સાથે સર્જરી સફળ પણ રહી હતી, સફળ સર્જરી બાદ પણ તેનું નિધન થયું હતું.




