વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન વધતી ઉંમર સાથે પણ કહર વર્તાવે છે. એક દીકરીની માતા હોવા છતાં તેની ફિટનેસ અને હેલ્થ મેન્ટેનન્સમાં બહુ બદલાવ આવ્યો નથી. તાજેતરમાં ઐશ્વર્યાએ લોરિયલ પેરિસ ફેશન વીકમાં તેની બ્યુટી બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યું હતું. જ્યારે અભિનેત્રીએ ચમકદાર ગાઉનમાં રેમ્પ પર વોક કર્યું ત્યારે બધાની નજર તેના પર જ રહી હતી.
ગોલ્ડન આઉટફિટમાં ઐશ્વર્યાનું રેમ્પ વોક જોવા જેવું હતું. આ ખૂબસૂરત સુંદરીએ હોલીવુડ મોડલ્સ અને અભિનેત્રીઓ સાથે રેમ્પ વોક સ્ટેજ શેર કર્યું હતું. હોલિવૂડ એક્ટ્રેસ કેન્ડલ જેનર સાથે ઐશ્વર્યાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કેન્ડલ જેનર સાથે આરાધ્યાનો ફોટો વાયરલ
ઐશ્વર્યાએ આરાધ્યા સાથે પેરિસ ફેશન વીકમાં ભાગ લીધો હતો. કેન્ડલ જેનર સાથેની આ મા-દીકરીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઐશ્વર્યા અવારનવાર વિદેશ જાય છે અને ત્યાંની મોડલ્સ અને અભિનેત્રીઓ સાથે ફોટો સેશન કરે છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કે આરાધ્યાના ફોટા વિદેશી મોડલ અને અભિનેત્રીઓ સાથે જાહેર થયા હોય. ફેન્સે પેરિસ ફેશન વીકના ઐશ્વર્યાના ઘણા વીડિયો અને ફોટા જોયા છે, પરંતુ હવે આરાધ્યાના ફોટા જોવાનો વારો છે.
એક ફેન પેજ પર પેરિસ ફેશન વીકની કેન્ડલ જેનર સાથે ઐશ્વર્યા અને આરાધ્યાનો ફોટો શેર કર્યો છે. તસવીરમાં આરાધ્યા તેની માતા અને કેન્ડલ જેનર વચ્ચે ઊભી છે. ત્રણેય કેમેરા માટે હસતા પોઝ આપતા જોવા મળે છે.
નવ્યા નંદાએ ડેબ્યૂ કર્યું
નવ્યા નવેલી નંદા પણ તેની મામીને સપોર્ટ કરવા પેરિસ ફેશન વીક પહોંચી હતી. આ તેણીનો પ્રથમ પેરિસ ફેશન વીકનો અનુભવ હતો. નવ્યાએ પેરિસ ફેશન વીકમાં ઓફ-શોલ્ડર રેડ બોડીકોન ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું. આ ઈવેન્ટમાં જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન પણ હાજર રહ્યાં હતાં.