બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જુલાઈમાં વિઝા ફી વધારવાની જાહેરાત કરી હતી. જેનું આજથી અમલીકરણ થઈ રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને આનાથી સૌથી વધારે અસર થશે. યુ.કે.નું ભાડું અને તેના વિઝામાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ આવતીકાલથી ભારતીયો સહિત સમગ્ર વિશ્વના યાત્રીઓ માટે છ મહિનાથી ઓછા સમયની યાત્રા માટેની વિઝા ફીમાં ૧૫ પાઉન્ડ અને સ્ટુન્ડ વિઝાની ફીમાં ૧૨૭ પાઉન્ડનો વધારો અમલમાં આવી જશે.
ગયા મહિને સંસદમાં પ્રસ્તાવિત મહિનાથી ઓછા સમય માટેની યાત્રાની કાયદો રજૂ કરવામાં આવ્યા પછી બ્રિટનના વિઝા ફી વધીને ૧૧૫ પાઉન્ડ થઇ જશે ગૃહ મંત્રાલયની ઓફિસે જણાવ્યું છે કે છ મહિનાથી ઓછા સમયની યાત્રાની વિઝા ફી વધીને 115 પાઉન્ડ થઈ જશે, જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાની ફી વધીને 490 પાઉન્ડ થઈ જશે.
ગૃહ મંત્રાલયની ઓફિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિઝા ફી વધારવાનો નિર્ણય યોગ્ય છે. આ રકમથી મહત્ત્વપૂર્ણ જાહેર સેવાઓ માટે વધુ ફંડ ફાળવી શકાય. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનકે જણાવ્યું હતું કે વિઝા અરજકર્તાઓ દ્વારા બ્રિટનની સરકાર દ્વારા અનુદાનિત નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) માટે ચુકવવાની થતી ફી અને હેલ્થ સરચાર્જમાં દેશની જાહેર ક્ષેત્રની વેતન વૃદ્ધિને પૂર્ણ કરવા માટે નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટેના વિઝા ફીમાં વધારો કરવા જઇ રહ્યાં છીએ.





