અમદાવાદની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા છે. VHP, બજરંગદળ સહિતના સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં નમાજના વિવાદ બાદ તાળા લાગ્યા છે. સ્કૂલમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આજે કેલોરેક્સ સ્કૂલ બંધ રાખવાન નિર્ણય કરાયો છે. કેલોરેક્સ સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજથી જાણ પણ કરી દીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હિન્દુ સંગઠનોએ સ્કૂલ ખાતે જઈને વિરોધ કર્યો હતો.
આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે. સમગ્ર મામલે લેખિત ખુલાસો આપવા માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને નોટિસ પાઠવી સત્વરે ખુલાસો આપવા જણાવ્યું છે. ધાર્મિક લાગણી દુભાઇ એવો કોઈ પણ પ્રકારનો સ્કૂલે પ્રયાસ કરવો ન જોઈએ.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે ઈદના આગલા દિવસે વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ મામલે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.





