વલસાડની એન એચ કોમર્સ કોલેજમાં પેપર લીક થયાનો આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જે સમગ્ર બનાવને લઈ કોલેજમાં માહોલ ગરમાયો હતો. આ મુદ્દે બે વિદ્યાર્થી સંગઠનો પણ મેદાને ઉતર્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર ફૂટવાના આ પ્રકરણમાં કોલેજના જ સ્ટાફ કે કોઈ પ્રોફેસરની સંડોવણી હોવાનો સનસનીખે આક્ષેપ આક્ષેપ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ આચાર્યની ઓફિસમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે
વલસાડની જાણીતી એન એચ કોમર્સ કોલેજ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બીકોમના પાંચમા સેમિસ્ટરનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. આ પેપર ફૂટ્યું હોવાના વિદ્યાર્થીઓ સંગઠનોએ આક્ષેપ કર્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓએ આ મામલે કોલેજના આચાર્યને રજૂઆત કરી હતી. આ પેપર ફૂટવા પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ પેપર કાંડમાં કોલેજનો કોઈ સ્ટાફ કે પ્રોફેસરની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ પેપર કાંડ માં જેની પણ સંડોવની જણાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત કરી છે. તો બીજી તરફ કોલેજ દ્વારા પણ બચાવ કરવામાં આવી રહ્યો છે. કોલેજના આચાર્ય આ મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતુ. આમ કોમર્સ કોલેજમાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠનોએ બાયો ચડાવતા મામલો ગરમાયો છે.





