ગૂગલનું AI ચેટટૂલ Google Bard હવે પહેલા કરતા વધુ સ્માર્ટ બની ગયું છે. ગૂગલ બાર્ડમાં પણ મેમરી ફીચર આવી ગયું છે, એટલે કે હવે ગૂગલ બાર્ડ તમારી સાથે કરેલી ચેટિંગ પણ યાદ રાખશે. હમણાં માટે, Google Bard સાથેની વાતચીત હવે સાચવવામાં આવશે. આગલી વખતે જ્યારે તમે Google Bard ખોલશો, ત્યારે તમારી જૂની ચેટ્સ તમને દેખાશે. પહેલા આવું નહોતું. નવું ફીચર ઘણું મદદરૂપ સાબિત થશે.
Google Bardની આ નવી સુવિધાને ઉદાહરણ સાથે સમજવા માટે, ધારો કે તમે Google Bard ને રેસિપીનું સૂચન પૂછો અને તમને તેમાં સમાવિષ્ટ કોઈપણ વસ્તુથી એલર્જી હોય, તો તમારે Google Bard ને માત્ર એક જ વાર એલર્જી વિશે જણાવવું પડશે. આગામી વખતે જ્યારે તમે ચેટ કરશો, ત્યારે Google યાદ રાખશે કે તમને શેની એલર્જી છે.
ફીચરને ઓન-ઓફને પણ છે સુવિધા
ગૂગલ બાર્ડની મેમરી ફીચર ચેટિંગના ડાબા મેનુમાંથી ઓન કરી શકાય છે, એટલે કે તે ડિફોલ્ટ રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. તમે મેમરી ફીચરનો ઉપયોગ કરવા માંગો છો કે નહીં તે તમારા પર છે. જ્યારે તમે ઇચ્છો ત્યારે તમે તેને બંધ કરી શકો છો. ગૂગલ બાર્ડના હરીફ ચેટજીપીટી પાસે આ સુવિધા પહેલાથી જ છે. કોઈપણ રીતે, ChatGPT Google Bard પહેલાં આવ્યું હતું અને તે Google Bard કરતાં ઘણું અદ્યતન છે.