ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરુ થઈ. આરોપીઓ તરફથી જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી છે તેના પર આજે સુનાવણી હાથ ધરાશે. મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC-279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ-177, 189, 134 તેમજ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પર પોલીસે IPCની કલમ-279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરીને 1684 ચાર્જશીટ રજૂ કરી હતી