વર્લ્ડકપ 2023નોપ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પહેલા અમદાવાદમાં વર્લ્ડકપના તમામ ટીમના કેપ્ટન હાજર રહ્યાં હતા અને ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત વખતની ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર્સઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે.
રોહિત શર્માએ કહ્યું કે, ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરવી ગૌરવની વાત છે. લીડર બનવા માટે ટીમની તાકાત અને કમજોરી સમજવી સૌથી જરૂરી છે. ટૂર્નામેન્ટ જીતવાનો પૂર્ણ પ્રયાસ કરીશું. સૌથી પહેલા ફોકસ ચેન્નાઇમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ પર છે. પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, ભારતમાં આટલું જોરદાર સ્વાગત થશે તેનો અંદાજો પણ ન હતો.
વર્લ્ડકપમાં ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. 8 ઓક્ટોબરે ચેન્નઈના સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો ખેલાશે. આ અગાઉ વર્લ્ડકપ પહેલા બંને વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 2-1થી શ્રેણી વિજય થયો હતો.
14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે અંતિમ વખત ટકરાઇ હતી. ફરી એક વખત પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાશે. ક્રિકેટ ફેન્સ આ મેચને લઇને ઘણા ઉત્સાહિત છે. 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન પછી અને 14 ઓક્ટોબર અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે.