ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023ની ભાલા ફેંકની ફાઈનલ મેચમાં ભારતને બે મેડલ મળ્યા છે. આ ઈવેન્ટમાં જ્યાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કિશોર કુમાર જેના સિલ્વર જીતવામાં સફળ રહ્યા હતા. એશિયન ગેમ્સમાં નીરજનો આ સતત બીજો ગોલ્ડ મેડલ હતો. કિશોરે પણ વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર કબજે કર્યો હતો. આ બંને ખેલાડીઓના મેડલના કારણે એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 80 પર પહોંચી ગઈ છે.