અંબાજીમાં પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ કરવા મામલે આખરે કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સનો કોન્ટ્રાકટ રદ્દ કરી દેવામાં આવો છે. આ સાથે સરકારે અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશનને કામ સોપ્યું છે. અંબાજી મંદિરમાં હવે ઇસ્કોનસાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન પ્રસાદ બનાવશે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન એ એક NGO સંસ્થા છે જે મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતગર્ત સરકારી સ્કૂલોમાં બાળકોને ભોજન આપે છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનએક સાર્વજનિક, સખાવતી, બિનસાંપ્રદાયિક ટ્રસ્ટ છે, જે બેંગલુરુમાં નોંધાયેલ છે. ટ્રસ્ટી મંડળમાં ઇસ્કોન બેંગલુરુના મિશનરીઓ, કોર્પોરેટ વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનની અલગ-અલગ ટીમો- ભારત, યુએસએ અને યુકેમાં ફેલાયેલી છે – બાળકો દ્વારા સામનો કરવામાં આવતી જટિલ સમસ્યાઓને સમજવામાં અને તેમને સારી રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયાઓ દ્વારા સશક્તિકરણ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.