ટાટા ગ્રૂપ ટાટા પ્લેમાં લગભગ 20% હિસ્સો પાછો ખરીદવા માટે ટેમાસેક હોલ્ડિંગ્સ સાથે વાતચીત કરી રહ્યું છે. સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે, આ સોદો મનોરંજન સામગ્રી વિતરણ પ્લેટફોર્મ ટાટા પ્લેનું મૂલ્ય $1 બિલિયનથી વધુ હોઈ શકે છે.
સૂત્રોએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, ટાટા ગ્રૂપ અને સિંગાપોરના સરકારી રોકાણકારો ટાટા પ્લે લિમિટેડમાં લગભગ 20% હિસ્સો ખરીદવા માટે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે, પરંતુ ટેમાસેક અને ટાટા પ્લે આ સોદાને આગળ વધારશે તેની કોઈ ખાતરી નથી. ટાટા પ્લે એ ટાટા ગ્રૂપ અને વોલ્ટ ડિઝની કંપનીની ટ્વેન્ટી-ફર્સ્ટ સેન્ચ્યુરી ફોક્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે સેટ-ટોપ બોક્સ દ્વારા પે ટેલિવિઝન અને તેની એપ્લિકેશન દ્વારા ઓવર-ધ-ટોપ વિડિયો સ્ટ્રીમિંગ સેવા પ્રદાન કરે છે. તેના 2.3 કરોડ કનેક્શન છે.
જુલાઈમાં, પ્રકાશિત થયેલા એક મીડિાય અહેવાલ મુજબ, ટાટા ગ્રૂપ ટાટા પ્લેમાં ટેમાસેકનો 20% હિસ્સો બાયબેક કરવાની ઓફર કરવાનું વિચારી રહ્યું છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ તે સમયે મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપને ટાટા પ્લે માટે પ્રારંભિક જાહેર ભરણું (IPO) શરૂ કરવા માટે નિયમનકારી મંજૂરી મળી હતી, પરંતુ તેમાં વિલંબ થયો હતો.