નેપાળના નેપાળગંજ વિસ્તારમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા બાદ લોકડાઊન લગાવી દેવામાં આવ્યો હતો અને તેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સોસિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મુકાયા બાદ બે કોમ વચ્ચે રમખાણ ફાટી નીકળ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
નેપાળગંજના મુખ્ય જિલ્લા અધિકારી બિપિન આચાર્યના કહેવા અનુસાર આમ લોકોની સુરક્ષા માટે લોકડાઊન લગાવવામાં આવ્યું હતું . લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. વિરોધ કરવા માટે મુખ્ય સરકારી કચેરી પાસસે લોકો એકત્ર થયા હતા અને ટાયરો સળગાવ્યા હતા. વાહનવહેવાર પણ બંધ કરાવી દીધો હતો. ત્યારબાદ તરત જ કર્ફ્યૂ લાદી દેવાયો હતો. નેપાળગંજ વિસ્તાર ભારતની સીમાને અડીને આવેલો છે અને તેના પગલે યુપીમાં પણ સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ હતું .
નેપાળના અખબારી અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં નેપાળની અંદર કોમી તોફાનીની ઘટનાઓ વધી છે અને તેના કારણે વારંવાર કરફ્યૂ નાંખવો પડી રહ્યો છે. હિન્દુ મુસ્લિમો વચ્ચે વધી રહેલા ખટરાગના કારણે સુરક્ષા એજન્સીઓની ટેન્શન વધી છે. એવુ કહેવાય છે કે, બીફ ખાવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયલ થયો હતો અને તેના કારણે તોફાનો ફાટી નીકળ્યા હતા.