સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મારા માણસને લાઈનમાં કેમ ઉભો રાખે છે તેમ કહી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કર્મચારીને તમાચો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ કેસમાં વરાછા પોલીસ દ્વારા આપના કોર્પોરેટર વિપુસ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી હતી. જેથી વિપક્ષના નેતા સહિતના આપના કોર્પોરેટર અને કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રામધૂન બોલાવી હોબાળો કર્યો હતો. જેથી પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર વિપુલ સુહાગીયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામ ધુન કરવામાં આવી હતી. એકત્રિત થયેલા આત્મા નેતાઓએ વિપુલ સુહાગીયા ને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કરાયું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.