બુધવારે દારુ કૌભાંડમાં ઝડપી લીધા બાદ ઈડીએ આજે આમ આદમી પાર્ટીના સાંસદ અને મોટા નેતા સંજય સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની કસ્ટડી માગી હતી. જોકે કોર્ટે 10ને બદલે ફક્ત 5 દિવસ તેમની કસ્ટડી મંજૂર રાખી અને સંજય સિંહને 10 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.
સુનાવણી દરમિયાન કોર્ટે ઈડીને પૂછ્યું કે જ્યારે તમારી પાસે સંજય સિંહ વિરુદ્ધ મજબૂત પુરાવા છે તો તેમની ધરપકડ કરવામાં આટલો સમય કેમ લાગ્યો? તમે (ઈડી) જે પૈસાની લેવડદેવડની વાત કરી રહ્યા છો, તો પછી કેસ ખૂબ જૂનો છે, તો પછી ધરપકડમાં આટલો વિલંબ કેમ? આ સાથે જ જ્યારે ઈડીએ સંજય સિંહની 10 દિવસની કસ્ટડી માંગી તો કોર્ટે ઈડીને પૂછ્યું કે સંજય સિંહનો ફોન તમારી પાસે જપ્ત થઈ ગયો છે, તો તમને કસ્ટડીની શું જરૂર છે?
કોર્ટમાં ઈડીએ કહ્યું કે, આ કેસમાં દિનેશ અરોરાના કર્મચારીએ જણાવ્યું હતું કે તેણે સંજય સિંહના ઘરે 2 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત સંજય સિંહના ઘરે 1 કરોડ ઇન્ડો સ્પિરિટની ઓફિસ પણ આપવામાં આવી હતી. 10 દિવસની કસ્ટડીની માગ ફગાવી દેતા કોર્ટે ફક્ત 5 દિવસની કસ્ટડી મંજૂર રાખી. દારુ કૌભાંડમાં હવે આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઝપટમાં આવ્યાં છે. દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડની તપાસમાં કરી રહેલી ઈડીએ હવે ત્રીજા મોટા નેતાઓની ધરપકડ કરીને કૌભાંડના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો છે. ઈડીએ આજે સવારે તેમના નિવાસસ્થાને દરોડા પાડીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જે પછી તેમની ધરપકડ કરાઈ છે. ઈડી દારુ કૌભાંડમાં મની લોન્ડરીંગ કેસની તપાસ કરી રહી છે. ઈડીએ સંજય સિંહની તેમના ઘેર 10 કલાક પૂછપરછ કરી હતી જે પછી તેમની ધરપકડ કરાઈ હતી.