નુસરત ભરૂચા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા ઈઝરાયલ ગઈ હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ થયું અને અભિનેત્રી ત્યાં જ ફસાઈ ગઈ. જો કે હવે તે સુરક્ષિત રીતે ભારત પરત આવી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. તેને પીંક કલરનો કેઝ્યુઅલ આઉટફિટ પહેર્યો હતો આ દરમિયાન તેના ચહેરા પર બેચેની અને ડર સ્પષ્ટ ઝળકી રહ્યા હતા. એવું લાગતું હતું કે તે તેને જોયેલી અણધારી આફતના આઘાતમાંથી બહાર આવી શકી નથી. જો કે હજું સુધી અભિનેત્રીએ તેને જોયેલી પરિસ્થિતિ અંગે કોઈપણ નિવેદન આપ્યું નથી
શનિવારથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત હતા અને નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ પછી અભિનેત્રીનો સંપર્ક થતા ફેન્સે રાહતના શ્વાસ લીધા હતા.
નુસરત ભરૂચાની વાત કરીએ તો તે બોલિવૂડનું મોટું નામ છે. નુસરતે ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ‘પ્યાર કા પંચનામા’, ‘ડ્રીમ ગર્લ’, ‘જનહિત મેં જારી’, ‘રામ સેતુ’ જેવી ફિલ્મો કરી છે. નુસરત છેલ્લે ફિલ્મ ‘અકેલી’માં જોવા મળી હતી.