ભારત- વડાપ્રધાન મોદીએ કહ્યું- ઈઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી હું ચોંકી ગયો છું. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને મૃતકોના પરિવારો સાથે છે. અમે મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે છીએ.
અમેરિકા- રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે આ ખોટું છે કે હમાસના આતંકવાદીઓ ઇઝરાયલી સૈનિકો અને નાગરિકોને રસ્તા પર અને તેમનાં ઘરોમાં મારી રહ્યા છે. અમે ઇઝરાયલને મદદ કરવા માટે દરેક રીતે તૈયાર છીએ. તેને પોતાને અને તેના લોકોનું રક્ષણ કરવાનો અધિકાર છે. એ જ સમયે અમેરિકન સંરક્ષણ સચિવ લોઇડ ઓસ્ટીને કહ્યું છે કે તેઓ ધ્યાન રાખશે કે ઇઝરાયલ તેની સુરક્ષામાં કોઈ ખામી ન રહે.
બ્રિટન- વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે તેઓ હમાસના હુમલાથી આઘાતમાં છે. ઈઝરાયલને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે.
ફ્રાંસ- રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે તેમના દુઃખની ઘડીમાં તેઓ હમાસ હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર સાથે છે.
EU- યુરોપિયન યુનિયનના ચીફ ઉર્સલાએ કહ્યું છે કે ઈઝરાયલને બદલો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. હિંસા અટકાવવી જરૂરી છે.
યુક્રેન- યુક્રેનના વિદેશ મંત્રાલયે ઈઝરાયલ વિરુદ્ધ હમાસના હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું- અમે આ યુદ્ધમાં ઈઝરાયલની સાથે છીએ. તેમને પોતાને અને તેમના નાગરિકોનું રક્ષણ કરવાનો અધિકાર છે.
ઈરાન- સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના સલાહકારે કહ્યું છે કે અમે ઈઝરાયલ પર પેલેસ્ટાઈનના હુમલાનું સમર્થન કરીએ છીએ.
કતાર- કતાર પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ હિંસા માટે ઈઝરાયલને જવાબદાર ગણાવે છે.
ઓસ્ટ્રેલિયા – વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું છે કે અમે આ સમયે અમારા મિત્ર ઈઝરાયલ સાથે ઊભા છીએ. ઈઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.
તુર્કી અને રશિયાએ કોઈનો પક્ષ લીધા વિના કહ્યું છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.