ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ રવિવારે બીજા દિવસે પણ ચાલુ છે. શનિવારે હમાસે ઈઝરાયલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી. આ પછી ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી. હવે ઈઝરાયલના ફાઈટર જેટ્સ ગાઝા પર સતત હુમલો કરી રહ્યા છે. સવીરોમાં ઈઝરાયલ અને ગાઝાના રસ્તા પર મૃતદેહો પડેલા જોવા મળે છે. ઈઝરાયલમાં ઘણી ઈમારતો અને મકાનો હવે કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. ઝરાયલમાં લોકો બોમ્બ અને ગોળીઓના અવાજ વચ્ચે બંકરોમાં છુપાઈ ગયા છે. તેઓ તેમના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં ઈઝરાયલના હુમલા વચ્ચે ગાઝામાં પણ લોકો પોતાના પરિવારને શોધી રહ્યા છે.